"શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ" જે ભારત ના પ્રથમ નાયબ વડા પ્રધાન, તેમનો ઉછેર ગુજરાતના ગામડા (કરમસદ)માં થયેલો. પ્રખ્યાત હિન્દૂ વિદ્વાનો માં તેમનો સમાવેશ થાય છે. ભારતના એક રાજકીય તથા સામાજિક નેતા હતા, જેમણે દેશની સ્વતંત્રતાની લડતમાં મહત્વનો ફાળો આપ્યો અને અખંડ, સ્વાતંત્ર ભારતના એકીકરણનું નેતૃત્વ કર્યું. ભારત અને દુનિયાભરમાં તેઓ સરદારના નામથી સંબોધાય છે.
"શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ" ને એક બિરુદ જેમકે "ભારત આયર્ન મેન" તરીકે બિરદાવવા માં આવ્યા હતા.
ઇતિહાસ
તા. ૧પ-૮-૧૯૪૭ના રોજ ભારત દેશમાંથી બ્રિટીશ શાસનનો અંત આવ્યો અને સ્વરાજ સ્થપાયું. નવી સરકારે દેશી રાજયોને એક કરીને નવા મુંબઇ રાજમાં ભેળવી દીધાં અને તા. ૧-૮-૧૯૪૯થી ખેડા જિલ્લો અસ્તિત્વમાં આવો. ત્યાર પછીથી કેટલાક તાલુકાઓના ગામોમાં ફેરફાર થતાં
તા. ૧પ-૧૦-૧૯પ૦થી જિલ્લાના તાલુકાઓનાં ગામો નિયત કરાયા. ખેડા જિલ્લામાં ખંભાત, પેટલાદ, બોરસદ, આણંદ, નડીયાદ, માતર, મહેમદાવાદ, કપડવંજ, અને બાલાશિનોર તાલુકાઓનો સમાવેશ થાય છે. રાજય સરકારે તા. ૦૨-૧૦-૯૭થી રાજયમાં છ
નવા જિલ્લા બનાવતા ખેડા જિલ્લાનું વિભાજનથી આણંદ એક અલગ જિલ્લા તરીકે સ્થાન પામેલ છે. આણંદ જિલ્લામાં આણંદ, ઉમરેઠ, પેટલાદ, સોજીત્રા, બોરસદ, આંકલાવ, ખંભાત અને તારાપુર મળી કુલ ૮ તાલુકાઓનો સમાવેશ થાય છે.
ભારત ના ગુજરાત રાજ્યમાં પેટલાદ નગરપાલિકા તાલુકો "પેટલાદ " આણંદ જિલ્લા માં છે. પેટલાદ આશરે ૨૨.૨૮.૪૦ ° નોર્થ અક્ષાંશ ૭૨.૪૮.૨૪ ° ઇસ્ટ અક્ષાંશ સ્થિત થયેલ છે. તે 30 મીટર (૯૮ ફુટ) ની સરેરાશ ઉંચાઈ ધરાવે છે.
તેનું ક્ષેત્રફળ ૯.૧૯ ચો.કી.મી. માં આવેલું છે. પેટલાદ નો ગુજરાત ના ઇતિહાસમાં એક મોટું ઔદ્યોગિક ફાળો રહ્યો છે. પેટલાદ નગરપાલિકાની સ્થાપના સને. ૧૮૭૬ માં થઇ . અને ૧૯૪૯ માં તે ડિસ્ટ્રિક્ટ મ્યુનિસિપાલિટી અને છેલ્લે સને. ૧૯૫૫ થી મ્યુનિસિપાલિટી કરવામાં આવી હતી.