પેટલાદ શહેરનો ૧પપ૩ વર્ષનો ભવ્યાતિભવ્ય ઈતિહાસ
ઇતિહાસની આરસીમાં પેટલાદનું પ્રતિબીંબ મહાભારતથી પણ અગાઉના અનાર્ય કાળથી પડેલ છે. આર્યોના આગમન પહેલાં પેટલાદ અનાર્ય વર્ગ લિંગ પૂજા કરતા હતા. સમય જતાં શિવપૂજા સાથે મિશ્રણ થયુ હતું. આ નગર અનાર્યકાળથી અસ્તિત્વ ધરાવે છે. પેટલાદમાં ભકત પ્રહલાદનો વસવાટ ઘણા લાંબા સમય સુધી થયો હતો. જેથી, ઇ.સ. પૂર્વે પેટલાદનું નામ પ્રહલાદપૂર તરીકે પણ જોવા મળતું હતું. લકુલીશ પાશુપત શિવના છેલ્લા અવતાર રૂપે કારવાણમાં જન્મીને લાટમાં વસવાટ કર્યો હોવાથી ઇ.સ. પૂર્વે આ ગામનું નામ પાશુપત-લાટ થયુ હતું. સમય જતાં પાશુ શબ્દ લોપ થઇ પતલાટ નામ થયું, જેમા અપભ્રંશ થઇને હાલમાં પેટલાદ કહેવાય છે.